AKHIL TV :: AKHIL sutaria : Transforming the Nation.   Leave a comment

AKHIL TV :: AKHIL sutaria : Transforming the Nation..

Posted ડિસેમ્બર 24, 2010 by અખિલ સુતરીઆ in સવાલ

અનુભવ   Leave a comment

અનૂભવ તો દરરોજ થતા જ રહે છે.

ગઇકાલે સુરત ગયો હતો.

વલસાડથી સવારે 9.20 કલાકે અમદાવાદ જતી ગુજરાત એક્ષપ્રેસ દ્વારા જવાનું નક્કી હતું.

સિકંદરાબાદથી આવતી રાજકોટ એક્ષપ્રેસ ઉપડવાની તૈયારીમાં જ હતી. જનરલ ડબ્બાઓ રાતભરની મુસાફરી કરીને આવેલા મુસાફરોથી ખીચોખીચ હતા. નીચે ફર્શ પર વેરાયેલો તેમણે કરેલા નાસ્તા/ભોજનના વધારો .. ઢોળાયેલા પાણીને કારણે થયેલી ગંદકી જોઇને .. સુરત 20 મીનીટ વહેલા પહોંચાશેની ઇચ્છા હવા થઇ ગઇ.

પૂલ ચડીને પ્લેટફોર્મ નંબર 2 પર આવ્યો. ડી6 કોચમાં ઉમરગામથી નવસારી/સુરત અપડાઉન કરતાં અપરિચિત છતાં એવા મિત્રોને મળવાનો અવસર હતો જેમના પર હક કરી શકાય ! ગાડી આવવાને હજુ વાર હતી. ટ્રેક નંબર 3 પર રેલ્વે મજૂર દળ થંડીની પરવા કર્યા વગર બે ટ્રેનોના આવવા જવા વચ્ચે મળતા સમયમાં સફાઇ કામગીરી કરતું હતું.

એક યુવાન રેલ્વેકર્મીની પતરાની કાળીબેગ પર બેસીને ઇન્ટરવ્યુ આપવાની કળા હસ્તગત કરવા અંગેનું પુસ્તક સંપૂર્ણ એકાગ્રતા સાથે મોટેથી વાંચી રહ્યો હતો.

ગુજરાત એક્ષપ્રેસ આવી ગઇ. 10 જણ બેસી શકે તેટલી જગ્યામાં બેઠેલા 18 જણમાં મારો ઉમેરો ….‘ઓહો …………… અખિલ, બહુ વખતે, અમારા તો ભાગ ઉઘડી ગયા… એય, જનક, અખિલભાઇની જગ્યા કર‘ જેવા શબ્દોથી થઇ ગયો. ગાડી ઉપડી. સૌએ સમુહમાં સાંઇસ્મરણ કરી લીધું. ઉર્વશીએ પૂછયું, કોઇની પાસે 100 ના છુટા છે ? મેં બે પચાસની નોટ આપી. ઉર્વશીએ પૂછયું, કોઇની પાસે 50 ના છુટા છે ? મેં ત્રણ 10 અને એક 20ની નોટ આપી્ ….ઉર્વશી કંઇ આગળ બોલે તે પહેલા જ મનોજ બોલ્યો હવે 10 ના છૂટા ના માગીશ .. સીક્કા નથી. અને બધા હસી પડયા.

સુરત આવીને શટલ રીક્ષામાં સ્ટેશનથી ભાગળ પહોંચ્યો. ભાગળથી કોટ સફીલ રોડ પર આવેલી રાજાણી ઇલેકટ્રોનિક્સમાં પહોંચ્યો. એક વોરાજી જણાતા ગ્રાહકે ખરીદેલા સામાનનો હિસાબ કરતાં ગુકાનના માલિકે કહ્યું, તમારા રૂ. 55 થયા. વોરાજીએ 100ની નોટ આપતાં કહ્યું, સુબહ સુબહ મહોબ્બતસે 50 લે લો, મેરા માન રખ લો. માલિકે કહ્યુ, તો 100 જમા કરાવી દો. 45 જમા રાખી લઉ ? વોરાજી ગુંગળાયા. માલિકે 45 પરત કર્યા.

હવે મારો વારો આવ્યો …

મારે એફએમ રીસીવર હેન્ડમાઇક અને કોલર માઇક લેવા છે. આ માટે 2500નું બજેટ છે.

માલિકે ત્રણ મોડલ બતાવ્યા … 1250, 2100 અને 2750. ત્રણેની ખૂબી અને મર્યાદા સમજાવ્યા. મેં માર્ગદર્શનનો સરક્યુલર કાઢયો. એમને ચોથો અને પાંચમો ફકરો વાંચવા કહ્યું. તેમણે વાંચીને મારી સામે જોયું. સરકયુલર સાચવીને ગડી કરી ખીસામાં મૂક્યો. કર્મચારીગણ માટે મંગાવેલી ચા લાવનારને કહ્યું એક સરસ ચા જલ્દી લઇ આવ.

મેં કહ્યું, મુરબ્બી તમારા વ્યવસાયના તમે નિષ્ણાત છો. તમારી દુકાનેથી ખરીદેલો સામાન મારે ક્યાં અને કેવી રીતે વાપરવાનો થશે એ તમને જણાવું તો જ તમે મારે કેવા સાધન લેવા જોઇએ તે અંગે સલાહ આપી શકો એમ મારું માનવું છે. હવે તમે કહો તે મારે ખરીદવાનું.

એમણે 1250 અને 2100 વાળા મોડલ બાજુ પર ખસેડી દીધા. 2750વાળું આહુજાનું બોક્ષ વચ્ચે મૂકીને કહ્યું, તમને આનું ડેમો અને ટેસ્ટીંગ કરી આપું. મેં કહ્યું. મારે કદાચ એટીએમ માં નાણા ઉપાડવા જવું પડશે. એમણે કહ્યું, લ્યો ચા આવી ગઇ છે. ચા પી લ્યો. એમ્પલિફાયર સાથે જોડાણ કરીને મને તદ્દન સરળ ભાષામાં ડેમોનસ્ટ્રેશન આપી દીધું. શું કરવું અને શું ન કરવું ની સુચના એવી રીતે આપી કે કાયમ માટે યાદ રહી જાય.
9 વોલ્ટની 10 બેટરીઓનું એક બોક્ષ મંગાવ્યુ. 9 વોલ્ટની બેટરી રીસીવર સાથે પાવર સોર્સને બદલે કનેક્ટ કરવાની પીન–સોકેટ બનાવડાવ્યા.
એક એક્ષ્ટ્રા રીસીવર / એમપ્લિફાયર કોર્ડ ઉમેર્યો. 12 બાય 18 ઇન્ચના બોક્ષને મૂકવા જેવી મોટી કેરીબેગ ન હતી તેથી બીજી એક થેલીની વ્યવસ્થા કરાવી. બોક્ષ તેમાં મૂક્યું.

બીલ બનાવ્યું. …… 2500નું.

મેં પૂછયું, મુરબ્બી, કોઇ ભૂલ થતી હોય એમ લાગે છે. … 9 વોલ્ટની 10 બેટરીઓનું એક બોક્ષ , પીન–સોકેટ કનેક્ટર, રીસીવર / એમપ્લિફાયર કોર્ડ ની કિંમત ઉમેરવાની રહી ગઇ લાગે છે.

તેમણે કહ્યું, ના, અખિલભાઇ. ગણવા જેવું અને ગણવા જેટલું બધું જ ગણી લીધું છે. 2500 થયા.

મેં એમના હાથમાં બે 1000 અને એક 500 ની નોટ મૂકી. આભાર માન્યો.

એમણે કહ્યું, સંપર્કમાં રહેજો. કોઇ કામકાજ હોય તો જરૂર જણાવજો.

બોક્ષની થેલી લઇ દુકાનની બહાર આવીને ટીમલિયાવાડ જવા રીક્ષા કરી. રીક્ષામાં બેઠો. રીક્ષાએ રફતાર લીધી. મેં થેલી સામે જોયું પછી થેલીની અંદર જોયુ તો એક નાનકડું વધારાનું બોક્ષ જણાયું. બહાર કાઢયું …

જોયું તો તેમાં 2011ની ડાયરી હતી …

અને તેમનો શુભેચ્છા સંદેશ હતો.

Posted ડિસેમ્બર 23, 2010 by અખિલ સુતરીઆ in સવાલ

13.12.2010 – Tumb and Umargam   Leave a comment

13.12.2010 સવારે 10.15 કલાકે વલસાડની પોસ્ટ ઓફિસમાં અમેરીકાથી આપણા અભિયાન માર્ગદર્શન માટે હિના અને ધ્રુવલે વેસ્ટર્ન યુનિયન મારફત મોકલાવેલ આર્થિક સહયોગ લેવા ગયો. 30 મીનીટમાં કાર્યવાહી પતાવીને ધરમપૂર ચોકડી પર આવે શંકર પેટ્રોલિયમ પરથી 8.12 કિલો સીએનજી લીધો.

ઉમરગામ તાલૂકાની બે શાળાઓ : 1. સરકારી માધ્યમિક શાળા તુંબ, અને 2. એમ એમ હાઇસ્કૂલ, ઉમરગામના ઉપક્રમે ફિલ્મ શોનું આજનું આયોજન હતું.

12.20 કલાકે સરકારી માધ્યમિક શાળા તુંબ પહોંચી ગયા. ધોરણ 8, 9 અને 10 ના આર્થિક રીતે તદ્દન નબળા વર્ગના શ્યામવર્ણી બાળકોને ચોખ્ખાચટ્ટ ધોયેલા એકદમ સ્ચચ્છ યુનિફોર્મમાં જોઇને નવાઇ પણ લાગી. મોટાભાગની છોકરીઓએ માથાના વાળમાં તેલ નાખીને ચપોચપ ઓળેલા વાળા કરેલા બબ્બે ચોટલામાં બાંધેલી લાલ રીબીન ધ્યાન ખેંચ્યા વગર નહોતી રહેતી.

આચાર્ય રમેશભાઇના આવકાર સાથે અમે તેમની ઓફિસમાં બેઠા. અંકિતા અને સંગીતાએ પાણી પછી બિસ્કીટ પછી ચા રમેશભાઇએ આપી રાખેલ સૂચના મુજબ અમને પીરસ્યા. ત્રીજે માળ તૈયાર કરેલા સભાખંડમાં લગભગ 280 જેટલા બાળકો શિસ્તબધ્ધ રીતે બેસી ગયા. તૃપ્તિએ ફિલ્મ પ્રોજેક્શનના સાધનો ગોઠવી દીધા.પૂર્વની બારીમાંથી આવી રહેલા તડકાને રોકવા અને ઉજાસને ઓછો કરવા અમે વિચાર્યું કે ફિલ્મ દિવાલ પર બાતાવીએ અને અમારો પડદો બારીમાં લગાવી દઇએ.

રમેશભાઇએ અમારો પરિચય કરાવ્યો. 40 મીનીટની ફિલ્મમાં તમારે શું જોવાનું છે અને એમાં જે ન સમજાય તે બાબતે વીના સંકોચ સવાલ પૂછવાના છે ની પૂર્વભૂમિકા બાંધીને ફિલ્મ ચાલૂ કરી.

ફિલ્મ પૂરી થયેથી જોયું કે ભારતિય બેઠકમાં 40 મીનીટ સુધી બેસવાની તેમની ક્ષમતા શહેરના બાળકોની તુલનામાં વધારે હતી. છતાં મેં તેમને ઉભા કર્યા, હાથ ઉપર અને પગ આગળ, પાછળ તેમજ આજૂબાજૂ કરાવીને ઢીલા કર્યા. મે તેમને પૂછયું, તમારે કંઇ પૂછવું છે ? ……………………………………………………………………………………… બધ્ધાય, ચૂપ. આદિવાસી બાળકોની આ ચૂપકીદી તેમની શરમાળ પ્રકૃતિને કારણે હતી. 35 મીનીટ સુધી હું તેમને તેમની શરમાળ પ્રકૃતિ ઘટાડવાના સંભવિત ફાયદાઓની તેમજ તેમના માતા–પિતાની તેમના પ્રત્યેની અપેક્ષાઓ અને તેમની ક્ષમતા મુજબના જીવનમાં અપનાવવા લાયક વ્યવસાયોની જાણકારી આપી રહ્યો હતો.

મને લાગતું હતું કે જાણે મેં કોઇ કથા માંડી છે અને સામે શ્રોતાગણ સાંભળે છે. તેમને મારી વાતમાં કેટલી સમજ પડી રહી છે તેની મને સમજ નહોતી પડતી.

કાર્યક્રમનું સમાપન કર્યું. તૃપ્તિએ સાધનો સંકેલીને પેક કર્યા. બે વિદ્યાર્થીઓ અમારા સાધનો ઉંચકી લઇને તૃપ્તિને અમારી વાનમાં મૂકી આપ્યા. હું રમેશભાઇને આવજો કહીને વાન પાસે પહોંચ્યો. રીસેસનો બેલ પડયો.

30 –40 બાળકો અમારી આજુબાજૂ વિંટળાઇ ગયા. હળવી ધક્કામુક્કી થઇ પડી. પગની આંગળીઓ પર એડી ઉંચી કરીને ડોક ખેચીંને નાના વિદ્યાર્થીઓ મને જોવા સાંભળવા અને સ્પર્શવા પ્રયાસ કરી રહ્યા હતા. બેચાર મારી તદ્દન સામે ઉભા રહીને પૂછી રહ્યા હતા, ફરી ક્યારે આવશો? તમે પાછા આવશો ત્યારે તમને બહુ બધા સવાલ પૂછીશું. ચોક્કસ પાછા આવશોને ?

તેમની આંખમાં મારો જવાબ જાણવાની ઉત્કંઠા હતી પણ મારી આંખમાં ….. .સંતુષ્ટિ સાથે વહી નિકળવા તૈયાર હર્ષાશ્રુની ધસમસતી નદી. સૌ સાથે હાથ મિલાવ્યા, કેટલાકને ભેટયો પણ ખરો. એ વાતની અનુભૂતિ થઇ કે દિમાગની વાત દિલ કરતું હોય છે ત્યારે તેને કાન નથી સાંભળતા, ફક્ત દિલ જ સાંભળતું હોય છે.

Posted ડિસેમ્બર 14, 2010 by અખિલ સુતરીઆ in સવાલ

06.12.2010 – વલસાડ જીલ્લામાં ફિલ્મ શો.   Leave a comment

વલસાડ જીલ્લામાં ફિલ્મ શોના કાર્યક્રમોના ભાગ રૂપે –

આજે તા. 06.12.2010

સવારે 11 કલાકે સાર્વજનિક માધ્યમિક શાળા, પારનેરા.

બપોરે 2 કલાકે હરી ૐ સાધના વિદ્યાલય, ગુંદલાવ.

Posted ડિસેમ્બર 6, 2010 by અખિલ સુતરીઆ in સવાલ

વલસાડ યાત્રાની તૈયારી.   Leave a comment

28.11.2010

તા. 01.12.2010 થી 25.12.2010 દરમ્યાન પ્રેરણાદાયી વિડિયો ફિલ્મ દ્વારા બાળકો યુવાનો અને મહિલાઓને જીવનપયોગી જાણકારી આપવાના નિ:શુલ્ક અભિયાન માર્ગદર્શનના આયોજનની જાણ વલસાડ જીલ્લાના પાંચ તાલુકા – વલસાડ, પારડી, ઉમરગામ, કપરાડા અને ધરમપુરની 197 જેટલી શાળાઓના આચાર્યોને 17મી નવેમ્બર, 2010ને અંતર્દેશિય પત્ર દ્વારા જાણ કર્યા બાદ દર બે દિવસે એસ.એમ.એસ દ્વારા ફોલોઅપ પણ કરી રહ્યા છીએ.

અત્યાર સુધીમાં ફક્ત નીચે જણાવેલ શાળાના 15 આચાર્યોએ રસ દાખવ્યો છે.

અમારી વલસાડ યાત્રાનો સુચિત કાર્યક્રમ –

તા. 01.12.2010 થી 05.12.2010 દરમ્યાન વલસાડ તાલુકાની શાળાઓ.

 1. સાર્વજનિક માધ્યમિક શાળા, પારનેરા.
 2. ડી આર પટેલ માધ્યમિક શાળા, દાંડી, કકવાડી
 3. શાહ ખીમચંદ મુળજી હાઇસ્કૂલ, વલસાડ
 4. હરી ૐ સાધના વિદ્યાલય, ગુંદલાવ

તા. 06.12.2010 થી 08.12.2010 દરમ્યાન વલસાડ શહેરની શાળાઓ.

કોઇ નહી. ( ગામનો જોગી તો કદાચ જોગટો જ હોય ને !!! કે પછી અંધારું તો દીવા નીચે જ હોય ને ?? )
તા. 09.12.2010 થી 12.12.2010 દરમ્યાન પારડી તાલુકાની શાળાઓ.

 1. એલ જી હરિઆ હાઇસ્કૂલ, ડુંગરા, વાપી
 2. બી કે એમ સાર્વજનિક હાઇસ્કૂલ, અંબાચ

તા. 13.12.2010 થી 19.12.2010 દરમ્યાન ઉમરગામ તાલુકાની શાળાઓ.

 1. સરકારી હાઇસ્કુલ, તુંબ
 2. શાહ જે જી સાર્વજનિક હાઇસ્કૂલ, ખતલવાડા
 3. એમ એમ હાઇસ્કૂલ, ઉમરગામ

તા. 20.12.2010 થી 25.12.2010 દરમ્યાન ધરમપૂર / કપરાડા તાલુકાઓની શાળા.

 1. વનવાસી વિકાસ ઉત્તર બુનિયાદી વિદ્યાલય, સિદુમ્બર
 2. આદર્શ માદ્યમિક વિદ્યાલય, વાઘવળ, પિંડવળ.
 3. સાર્વજનિક માધ્યમિક શાળા, નાની વહિયળ
 4. દિવાલય માધ્યમિક શાળા, ફુલવાડી
 5. ઉત્તર બુનિયાદી શાળા, માલનપાડા
 6. ઉત્તર બુનિયાદી વિદ્યાલય, કરંજવેરી

‘શહેરની કહેવાતી પ્રતિષ્ઠત શાળાઓ તરફથી કોઇ સમાચાર નથી’ ની

…નવાઇ લાગવી જોઇએ ?

… ખેદ થવો જોઇએ ?

… કે પછી … આનંદ કરી લેવો જોઇએ ?

અખિલ સુતરીઆ – 9427222777

Posted નવેમ્બર 28, 2010 by અખિલ સુતરીઆ in સવાલ

27.11.2010   Leave a comment

ગુગલ અને યાહુ પર ત્રણેક ઇકોમ્યુનીટીનું મોડરેશન કરવામાં જાત જાતના અનુભવ થાય છે.

સારી જાણવા જેવી અને જણાવવા લાયક જાણકારી સૌને મોકલવાનો આનંદ થાય પણ વાચકો તે વાંચે છે કે પછી ધડામ દઇને ડીલીટ કરે છે તે ખબર ન પડે.

હવે એમ થાય છે કે,

કોઇ એક જ સ્થળેથી વિચારોને વહેતા કરવા જેમણે વાંચવા હશે તે પોતાનો આઇડી રજીસ્ટર કરી લેશે.

અત્યારે સુધીમાં થોડી સમજ અને વધુ પડતા ઉત્સાહમાં આવી જઇને બ્લોગનો પથારો કરી મૂક્યો .. જેવા કે,

અંતરના ઊંડાણમાંથી ….. http://akhilsutaria.wordpress.com/

તેજાબ ….. http://tejaab.wordpress.com/

વિચારસરીતા ….. http://eexpress.wordpress.com/

માર્ગદર્શન ગુજરાત યાત્રા …. http://mdyatra.wordpress.com/

અને

અખિલ ટીવીના ગુજરાતી ઇમુખપત્ર ….. https://groups.google.com/group/akhiltv

તેમજ

અખિલ ટીવીના અંગ્રેજી મુખપત્ર ….. https://groups.google.com/group/akhil-tv

ઉપરાંત

વલસાડ સમાચાર …. https://groups.google.com/group/valsadsamachar

આ બધું ય, હવે લાગે છે કે, પ્રમાણમાં બહોળો પસારો થઇ ગયો છે

અને

નિ:શુલ્ક માર્ગદર્શન ફિલ્મ શોની પ્રવૃત્તિને પ્રાથમિકતા આપી હોવાથી હવે મેનેજ કરવાનું ફાવતું નથી.

એટલે,

બસ હવે … માત્ર મારે મારી જીવન સફરની ડાયરી જ લખવી એવો નિર્ણય લઇ રહ્યો છું.

મારી ડાયરી www.akhiltv.com પર

અથવા https://mstj.wordpress.com/ ક્લિક કરવાથી વાંચી શકાશે.

તમે ઇચ્છો તો ‘ડાયરી’ પર સબસ્ક્રાઇબ કરીને મારી તમામ પોસ્ટ સીધેસીધી તમારા મેઇલબોક્ષમાં પણ મેળવી શકશો.

ચાલો ત્યારે, થોડી વધુ સરળતા સાથે જીવવાના મારા આ પ્રયાસમાં સહયોગ કરશો. જાગ્યા ત્યારથી સવાર ખરૂંને ?

Posted નવેમ્બર 27, 2010 by અખિલ સુતરીઆ in સવાલ

26.11.2010 – 2   Leave a comment

વાયા ઇમેઇલ આ પોસ્ટ ડાયરીમાં લખવાની ચેષ્ટા.

ગુગલ અને યાહુ પર ત્રણેક ઇકોમ્યુનીટીનું મોડરેશન કરવામાં જાત જાતના અનુભવ થાય છે.

સારી જાણવા જેવી અને જણાવવા લાયક જાણકારી સૌને મોકલવાનો આનંદ થાય પણ વાચકો તે વાંચે છે કે પછી ધડામ દઇને ડીલીટ કરે છે તે ખબર ન પડે.

હવે એમ થાય છે કે, અહિ ડાયરીને પાનેથી જ વિચારોને વહેતા કરવા જેમણે વાંચવા હશે તે પોતાનો આઇડી રજીસ્ટર કરી લેશે.

અંતરના ઊંડાણમાંથી, તેજાબ, વિચારસરીતા, માર્ગદર્શન ગુજરાત યાત્રા જેવા બ્લોગ અને અખિલ ટીવીના ગુજરાતી તેમજ અંગ્રેજી મુખપત્ર ઉપરાંત વલસાડ સમાચાર …. આ બધું ય, હવે લાગે છે કે, પ્રમાણમાં બહોળો પસારો થઇ ગયો છે.

એટલે, બસ હવે … ડાયરી જ લખવી.

Posted નવેમ્બર 26, 2010 by અખિલ સુતરીઆ in સવાલ